ગુરુવારે થયેલી ભારે બરફવર્ષાએ સમગ્ર વિસ્તારમાં જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. સવારે શરૂ થયેલી અને આખો દિવસ ચાલેલી જોરદાર બરફવર્ષા કારણે સોસાયટીઓમાં બરફના ઢગલા જમાઈ ગયા છે. પ્રશાસન દ્વારા સતત રોડ ક્લીનિંગ કરવામાં આવી રહી હોવા છતાં અનેક વાહનો રસ્તામાં ફસાઈ જતા વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે.
લોકોને નોકરી તેમજ દૈનિક કામકાજ માટે બહાર નીકળવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. કેટલાક વિસ્તારોમાં અંદાજે 40 સેન્ટીમીટર જેટલો બરફ પડ્યો હોવાનું સ્થાનિક હવામાન વિભાગે જણાવ્યું છે, જ્યારે અનેક ઘરોના બેકયાર્ડમાં તો ત્રણ ફૂટથી વધુ બરફ ભરાઈ જવાથી રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા લોકોને સ્વસાવધાનું પાલન કરવા અને અનિવાર્ય હોય ત્યારે જ બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે.

