અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025ની શરૂઆત થઈ ગઈ છે જેમા 47 દેશના પતંગબાજો પોતાની કળા બતાવશે અને પંતગોત્સવનો આનંદ માણશે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ પંતગોત્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે,14 જાન્યુઆરી સુધી આ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 47 દેશના 143, ગુજરાતના 417 પતંગ રસિયા જોડાયા છે,અન્ય રાજ્યોમાંથી 52 પતંગ રસિયાઓ ભાગ લેશે.
તારીખ 11 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ઉદ્ઘાટન સમારંભ 11 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યે અમદાવાદમાં વલ્લભસદન રિવરફ્રન્ટ ખાતેથી થયો છે.
અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025 ના ઉદ્ધાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નેતાઓ હાજર રહ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લાઓની વાત કરીએ તો, 12 જાન્યુઆરી 2025 ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી , રાજકોટ તથા વડોદરા ખાતે તેમજ 13 જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025’નું આયોજન કરવામાં આવ્યું છે.

