35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ગુજરાતરાજ્યો

ઓડિશાના રાજ્યપાલશ્રી ડો.હરિ બાબુ કંભમપતિએ વિશ્વની સૌથી વિરાટમય પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

ઓડિશાના માનનીય રાજ્યપાલશ્રી ડો. હરિ બાબુ કંભમપતિએ વિશ્વની સૌથી વિરાટમય પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

રાજ્યપાલશ્રી ડો. હરિ બાબુ કંભમપતિ, વિધાનસભાના સ્પિકર શ્રીમતી સુરમા પાધી અને મંત્રીશ્રી સૂર્યવંશી સૂરજએ સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી

ઓડિશાના માનનીય રાજ્યપાલશ્રી ડો. હરિ બાબુ કંભમપતિ એકતાનગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટમય પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ગર્વ અનુભવી સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાર્પણ કરી ભાવાંજલી અર્પી હતી.

ઓડિશાના રાજ્યપાલશ્રી ડો. હરિ બાબુ કંભમપતિ, ઓડિશા વિધાનસભાના સ્પિકર શ્રીમતી સુરમા પાધી અને ઉચ્ચ શિક્ષણ, રમતગમત અને યુવા સેવાઓ અને ઓડિયા ભાષા, સાહિત્યના મંત્રીશ્રી સૂર્યવંશી સૂરજ પણ જોડાયા હતાં. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વ્યુઇંગ ગેલેરી ખાતે પહોંચી સરદાર સરોવર ડેમ, સાતપૂડા અને વિંધ્યાચલની ગીરીમાળા વચ્ચેથી પસાર થતી નર્મદા નદી સહિત હરિયાળી કુદરતીનું વિહંગમ દ્રશ્ય નિહાળ્યું હતું. વૈશ્વિક પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન-કવનની તસવીરી ઝલકને નજરે નિહાળી હતી. મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારીશ્રી અમિત અરોરાએ સ્મૃતિરૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અર્પણ કર્યા હતા.

પરિવાર સાથે પધારેલા રાજ્યપાલશ્રી ડો. હરિ બાબુ કંભમપતિ, વિધાનસભાના સ્પિકર શ્રીમતી સુરમા પાધી અને મંત્રીશ્રી સૂર્યવંશી સૂરજએ આ મુલાકાત દરમિયાન SoU ના ગાઈડ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ અને પ્રોજેક્ટની વિશેષતા વિશે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા.

Related posts

રાજ્યમાં માત્ર ચાઇનીઝ દોરી પર જ નહીં પણ હવે કાચના પાઉડરથી રંગેલી દોરી પર પણ પ્રતિબંધ

admin

શિક્ષકોને બી.એલ.ઓ.ની કામગીરી માંથી મુક્ત કરવાને લઈ એન એસ યુ આઈ ના ધારણા

admin

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે ફરતી ઇલેક્ટ્રીક બસમાં યુવાન ઢળી પડતા મોતને ભેટ્યો

admin

Leave a Comment