સમગ્ર ભારતમાં ઠેર ઠેર રથ યાત્રાનું આયોજન થયું ત્યારે વર્ષથી કેનેડામાં રહેતા ભારતીયો પણ કેનેડામાં આવેલ નોર્થ પાર્ક ખાતે જગન્નાથ મંદિરમાં રથ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. આ રથ યાત્રા નોર્થ પાર્ક ખાતે આવેલ જગન્નાથ મંદિર થી શબરી મંદિર ખાતે પહોંચી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભકતો જોડાયા હતા. ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. પરંપરાગત રીતે ભગવાનની આરતી કરી ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામની મૂર્તિઓ શ્રૃંગાર કરવી યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ રથયાત્રામાં ભક્તો ભજન કીર્તન અને હર્ષો-ઉલ્લાસ સાથે હરે ક્રિષ્ના, હરે રામના નાદ સાથે કેનેડાની ગલીઑ ગુજી ઉઠી હતી. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી હતી. રથ યાત્રા બાદ ભક્તો માટે મહા પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ હતું. આ રથ યાત્રાનું સફળ આયોજન અને સંચાલન મેનેજર મન્નીબેન અને તેમની ટીમ એ કર્યું હતું.
સુગ્નેશ પટેલ, કેનેડા

