35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
આંતરરાષ્ટ્રીય

કેનેડાના નોર્થ પાર્ક ખાતે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા

સમગ્ર ભારતમાં ઠેર ઠેર રથ યાત્રાનું આયોજન થયું ત્યારે વર્ષથી કેનેડામાં રહેતા ભારતીયો પણ કેનેડામાં આવેલ નોર્થ પાર્ક ખાતે જગન્નાથ મંદિરમાં રથ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. આ રથ યાત્રા નોર્થ પાર્ક ખાતે આવેલ જગન્નાથ મંદિર થી શબરી મંદિર ખાતે પહોંચી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભકતો જોડાયા હતા. ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. પરંપરાગત રીતે ભગવાનની આરતી કરી ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામની મૂર્તિ‌ઓ શ્રૃંગાર કરવી યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ રથયાત્રામાં ભક્તો ભજન કીર્તન અને હર્ષો-ઉલ્લાસ સાથે હરે ક્રિષ્ના, હરે રામના નાદ સાથે કેનેડાની ગલીઑ ગુજી ઉઠી હતી. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી હતી. રથ યાત્રા બાદ ભક્તો માટે મહા પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ હતું. આ રથ યાત્રાનું સફળ આયોજન અને સંચાલન મેનેજર મન્નીબેન અને તેમની ટીમ એ કર્યું હતું.

સુગ્નેશ પટેલ, કેનેડા

Related posts

આઈ લવ ગુજરાત ગ્રુપના સભ્યના લવ મેરેજ કર્યાના 50 વર્ષ પૂર્ણ થતાં ગોલ્ડન જુબેલી સેલિબ્રેશન

admin

કેદારનાથ મંદિરના કપાટ ર મે ર૦રપ થી ખુલવાની જાહેરાત થઇ મંદિરને ફૂલો થી શણગાર કરવાનું સૌભાગ્ય વડોદરાને પ્રાપ્ત થયું

admin

આઈ લવ ગુજરાત પરિવાર ગ્રુપ કેનેડા દ્વારા શ્રી હનુમાન જન્મોત્સવની ઉજવણી

admin

Leave a Comment