Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના કારેલીબાગ બહુચરાજી મંદિર ખાતે ‘મહા સુદ બીજ’ ના રોજ પાટોત્સવની ભવ્ય ઉજવણી

વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને ગાયકવાડી શાસનકાળના શ્રી બહુચરાજી મંદિર ખાતે મહા સુદ બીજના પવિત્ર દિવસે માતાજીના પાટોત્સવ એટલે કે મૂર્તિ સ્થાપના દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે મંદિરના પૂજારી શ્રી બિરેન રમેશચંદ્ર દ્વારા વિશેષ ધાર્મિક કાર્યક્રમોની વિગત આપવામાં આવી છે. આજે મંદિર ખાતે સવારે 7:00 કલાકે: મંગળા આરતી કરવામાં આવી હતી.
સાંજે 4:00 થી 6:00 કલાકે માતાજીના નિમિત્તે વિશેષ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું છે. સાથે સાંજે 6:30 કલાકે પાટોત્સવની મુખ્ય મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડોદરાના રાજવી પરિવારના સભ્યો વિશેષ હાજરી આપશે. શ્રીમંત મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ અને શ્રીમંત મહારાણી રાધિકારાજે ગાયકવાડના વરદ હસ્તે સાંજે 6:30 કલાકે મહાઆરતી સંપન્ન થશે. ગાયકવાડ સ્ટેટના સમયથી આ મંદિર સાથે રાજવી પરિવારનો અતૂટ નાતો રહ્યો છે, જે પરંપરા આજે પણ જળવાઈ રહી છે.
મંદિર તંત્ર દ્વારા તમામ માઈભક્તોને આ પાવન અવસરે દર્શન અને આરતીનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related posts

વડોદરા શહેરની આસપાસ ધમધમતી દારૂની ભઠ્ઠીઓ ઉપર PCB, DCB અને SOGએ સંયુકત છાપા માર્યા

admin

વડોદરાની જમનાબાઈ હૉસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા રકતદાન કૅમ્પનું આયોજન

admin

વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ અકોટા તરફ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ

admin

Leave a Comment