વિસાવદર તાલુકાના મોણીયા નાગબાઈ ગામે પૂજ્ય લીલાધર બાપા અન્નક્ષેત્ર આશ્રમ તથા સર્વ વંદના સમાજ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તારીખ 20 જાન્યુઆરી 2026ના રોજ છઠ્ઠા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કુલ પાંચ નવદંપતીએ વૈદિક વિધિ સાથે પ્રભુતામાં પગલાં ભર્યા હતા. સમૂહ લગ્નમાં આશીર્વાદ આપવા માટે ગુજરાતભરમાંથી અનેક સંતો, મહંતો તેમજ ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં પરમ પૂજ્ય સંતોમાં
પરિમલ મહારાજ (વ્રજભૂમિ, વડોદરા),
શ્રી રાજેન્દ્ર ગીરી બાપુ (પંચ દશનામ જુના અખાડા, અમદાવાદ),
શ્રી એન્ડી બાપુ (બાથેશ્વર ધામ, માણેકવાડા),
શ્રી ખીમદાસ બાપુ (સમઢિયાળા),
શ્રી લાલદાસ બાપુ (બગસરા),
શ્રી જેંતીરામ બાપુ (શાપર-વેરાવળ) તથા
શ્રી હિતેશ બાપુ (માતાજીના ઉપાસક, મેંદરડા) સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો તથા લગ્નમાં કરિયાવર અર્પણ કરનાર દાતાશ્રીઓનું શાલ અને પુષ્પહારથી સન્માન કરવામાં આવ્યું હતું.
સમૂહ લગ્ન કાર્યક્રમમાં વિસાવદર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ તેમજ ભાઈ-બહેનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને સામાજિક એકતાનું સુંદર ઉદાહરણ બની રહ્યો હતો.

