41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

જેતપુર પાવી પોલીસની દારૂ હેરાફેરી સામે મોટી કાર્યવાહી, રૂ. 1.71 લાખનો મુદ્દામાલ જપ્ત

જેતપુર પાવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા પાવી ગરનાળા નજીક પોલીસ ટીમે ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી હતી. પોલીસે એક સફેદ રંગની મહિન્દ્રા કંપનીની XUV-500 ફોરવ્હીલર ગાડી ઝડપી પાડી હતી, જેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

તપાસ દરમ્યાન પોલીસે દારૂ તથા વાહન સહિત કુલ રૂ. 1,71,902/-ની કિંમતનો પ્રોહી મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સમગ્ર કાર્યવાહી જેતપુર પાવી પોલીસ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

આ મામલે સંડોવાયેલા આરોપીઓ સામે પ્રોહીબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

છોટાઉદેપુરના દેવહાટ ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

admin

છોટાઉદેપુર જિલ્લા સંખેડા તાલુકાના ઉચ્છ નદી પર નાગરવાડ થી ઝાંપા વચ્ચે નવીન બ્રિજનું ખાતમુહૂર્ત સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરાયું હતું.

admin

નસવાડી સ્નેક રેસ્ક્યુ ટીમની બહાદુરી : શીરા ગામના ખેતરમાંથી 8 ફૂટના અજગરનો સફળ બચાવ

admin

Leave a Comment