છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ભેખડીયા ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતા એક બોગસ ડોક્ટરને છોટાઉદેપુર એસઓજી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ વ્યક્તિ નસવાડી વિસ્તારમાં રહેતો હતો અને કવાંટ તાલુકામાં ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી આદિવાસી દર્દીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ઝડપાયેલ આરોપીની ઓળખ અભિજીત તારક સરકાર, મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે સ્થળ પરથી રૂ. 5,993 કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને તે કેટલા સમયથી દવાખાનું ચલાવી રહ્યો હતો તેમજ કેટલા દર્દીઓની સારવાર કરી હતી તે બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

