Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

જેતપુર પાવીમાં બેરીકેટ તોડી ભાગી ગયેલા દારૂના બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો

જેતપુર પાવી તાલુકાના વનકુટીર વિસ્તારમાં પોલીસ ચેકિંગ દરમિયાન એક સફેદ રંગની મહિન્દ્રા કંપનીની XUV-500 ફોરવ્હીલર ગાડી બેરીકેટ તોડી ભાગી ગઈ હતી. ગાડીમાં દારૂ ભરેલો હોવાનું જાણવા મળતાં જેતપુર પાવી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બુટલેગરને ઝડપી પાડ્યો હતો.

પોલીસે ગાડીના માલિકને નિવેદન માટે બોલાવી પૂછપરછ કરી હતી. તપાસ દરમિયાન ગાડી ચલાવનાર આરોપી ડ્રાઇવર તરીકે જિગર ભરતભાઈ પરમારની ઓળખ થતાં તેને હાજર કરી ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે બાબતે પણ વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસની સતર્કતાથી વિસ્તારમાં દારૂની હેરાફેરીનો એક વધુ પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.

Related posts

છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગની ટીમે છેલ્લા એક અઠવાડિયાની અંદર અલગ અલગ વિસ્તારમાંથી ૨ ટ્રકો અને ૧૫ ટ્રેક્ટરોને ઝડપી પાડયા હતા.

admin

છોટાઉદેપુર જિલ્લામાં હોળીના તહેવાર નજીક આવતા આદિવાસીઓ માદરે વતન રવાના થયા છે. ઉમંગ સાથે હોળી ઉજવશે.

admin

પહેલગામમાં આતંકવાદી હુમલા મામલે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યોએ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી

admin

Leave a Comment