પ્રજાસત્તાક દિનના પાવન અવસરે ની સહાય બ્લાઇન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિસ્તારના સામાજિક કાર્યકર જ્યોતિબેન પટેલના કરકમળે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી હતી.
ધ્વજવંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દિવ્યાંગો તથા અંધજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિપૂર્ણ વાતાવરણ છવાયેલું હતું અને ઉપસ્થિત લોકોએ દેશપ્રેમના ભાવ સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી.
આ અવસરે ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને ભોજન કરાવવામાં આવ્યું હતું, જેના દ્વારા સેવાભાવ, માનવતા અને સામાજિક સમર્પણનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. ટ્રસ્ટના આ સેવાકાર્યની ચારેય તરફ પ્રશંસા કરવામાં આવી રહી છે.

