Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલીમાં સગીર યુવતીનું અપહરણ, લગ્નના ઇરાદે ભગાવી લઈ ગયાનો આરોપ

સાવલી તાલુકામાંથી ૧૭ વર્ષીય સગીર યુવતીનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. તા. ૨૫ જાન્યુઆરીની મધરાતથી સવારે ૫ વાગ્યા દરમિયાન યુવતી ગુમ થઈ હોવાનું પરિવારજનોએ પોલીસને જાણ કરી છે. યુવતીને લગ્નના ઇરાદે લલચાવીને ભગાવી લઈ ગયાનો આરોપ મુકાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, યુવતી ગુમ થયા બાદ પરિવારજનોએ પહેલા પોતાની રીતે શોધખોળ હાથ ધરી હતી. આ કારણે ફરિયાદ નોંધાવવામાં મોડું થયું હોવાનું જણાવાયું છે. અંતે સાવલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા–૨૦૨૩ની કલમ ૧૩૭(૨) અને ૮૭ હેઠળ ગુનો નોંધાયો છે.

પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે તેમજ યુવતીને શોધવા માટે વિવિધ સ્થળોએ તપાસ ચાલી રહી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસ તરફથી જણાવાયું છે.

Related posts

કોંગ્રેસના કાઉન્સિલરોના સસ્પેન્શન મુદ્દે વડોદરા શહેર પ્રમુખની તીખી પ્રતિક્રિયા

admin

વડોદરા શહેરમાં કલાલી ખાતે ચિરાગ ટીવીએસના શો રૂમનું શુભારંભ કરવામાં આવ્યું

admin

વડોદરાના વાઘોડિયા રોડના સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે આવેલ શિવાંસ રહેતા મકાનમાલિક નો પેરાફીટ વોલ નો સ્લેબ પડતા ચકચાર મચી જવા પામી હતી

admin

Leave a Comment