27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કોંગ્રેસના કાઉન્સિલરોના સસ્પેન્શન મુદ્દે વડોદરા શહેર પ્રમુખની તીખી પ્રતિક્રિયા

વડોદરા શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના કાઉન્સિલરોને સસ્પેન્ડ કરવાના નિર્ણયને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. આ મુદ્દે આજે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખે પત્રકાર પરિષદ યોજી સત્તાધારી પક્ષ (ભાજપ) અને કોર્પોરેશનના વહીવટી તંત્ર સામે તીખા આક્ષેપો કર્યા હતા.

વડોદરા શહેર પ્રમુખે જણાવ્યું હતું કે સસ્પેન્ડ કરાયેલા કાઉન્સિલરોએ તાજેતરમાં સભામાં શહેરના વિકાસ કાર્યોમાં થતા ભ્રષ્ટાચાર, અનિયમિતતા અને સામાન્ય નાગરિકોને પડી રહેલી હાલાકી જેવા મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમના કહેવા મુજબ, આ મુદ્દાઓ ઉઠાવાતા શાસક પક્ષ ગભરાઈ ગયો અને રાજકીય દ્વેષ રાખીને તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે લોકશાહી વ્યવસ્થામાં વિરોધ પક્ષની અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે અત્યંત નિંદનીય છે. કોંગ્રેસ દ્વારા આ નિર્ણયનો લોકશાહી રીતે વિરોધ કરવામાં આવશે અને જરૂર પડે તો આગળના તબક્કે આંદોલન પણ હાથ ધરવામાં આવશે તેવી ચેતવણી શહેર પ્રમુખે આપી હતી.

Related posts

ધમકી ભર્યો મેઈલની તપાસમાં 3 કલાકની તાપસ બાદ કાંઈ હાથ ન લાગ્યું

admin

વડોદરાની આજવા રોડની હોટલમાં રૂમ બુક કરાવી જુગારધામ ચલાવતા આઠ આરોપીઓને ઝડપી પાડતી વડોદરા પોલીસ

admin

રિએસમેન્ટના ફોર્મ ભર્યા ના 60 દિવસ જેટલો સમય થઇ ગયા હોવા છતા ટેકનોલોજી ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જાહેર નહીં થતા વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે

admin

Leave a Comment