સાવલી તાલુકાના જૂના સમલાયા વિસ્તારમાં આવેલા એક ઘરમાં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગ લાગતા ઘરનો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. મકાનમાંથી ધુમાડાના ગોટા ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
આગની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા અને પોતાના સ્તરે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં જુબેલન્ટ કંપનીનું ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

