Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તરસાણા ચોકડી થી ગોપાલપુરા સુધી સ્ટેટ હાઇવે ની તમામ સોલાર લાઈટો બંધ

ડભોઇ તરસાણા ચોકડી થી ગોપાલપુરા સુધી સ્ટેટ હાઇવે ની તમામ સોલાર લાઈટો બંધ હોવાના કારણે દરેક બસ સ્ટેશન પર રાત્રી દરમિયાન અંધારપટ છવાઈ જાય છે નોકરી ધંધે થી રાત્રે દરમિયાન આવતા લોકોને તલસાણા ચોકડી ટીંબી ફાટક ચોકડી પણસોલી પણસોલી વસાહત અકોટાદર વસાહત ગોપાલપુરા સીમડીયા દરેક સ્ટેશન પર સ્ટેટ હાઇવે દ્વારા સોલાર લાઈટો લગાવવામાં આવી હતી તમામ સોલાર લાઈટો બંધ હોવાના કારણે વાહન ચાલકોને આવતા મુસાફરોને રાત્રી દરમિયાન તકલીફ પડી રહી છે એક તરફ ગુજરાત સરકાર કરોડો રૂપિયા ફાળવી રહી છે છતાં પણ અધિકારીઓ તેનો ઉપયોગ કરતા ના હોય નો વિવિધ ગ્રામજનો દ્વારા જણાવવામાં આવે છે અને છેલ્લા બે મહિનાથી સ્ટેટ હાઇવે ની લાઈટો બંધ હોવાના કારણે અકસ્માતો પણ થઈ રહ્યા છે છતાં પણ કોઈ સ્ટેટ લાઇટો લગાવવામાં આવતી નથી વહેલી તકે તંત્ર દ્વારા દરેક ચોકડી અને સ્ટેશનો પર સોલાર લાઈટો ચાલુ કરે તેવી વાહન ચાલકો અને ગ્રામજન મુસાફરોની માંગ ઉઠવા પામી છે…

Related posts

મુખ્યમંત્રીના આગમન પૂર્વે ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ‘દેખાડા પૂરતી’ કાર્યવાહી, નાગરિકોમાં નારાજગી

admin

ગાંધી જયંતી નિમિત્તે નાગરિક સંરક્ષણ દળ દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત માર્ગ પર પડેલા કચરાની સાફ-સફાઈ કરવામાં આવી

admin

કોલેરાની અસર વચ્ચે વડોદરાના કારેલીબાગ ચેપી રોગ હોસ્પિટલ ખાતે કોલેરાના એક પણ કેસ નોંધાયા નથી !

admin

Leave a Comment