પરમ પૂજનીય ફાતિમા શેખ ની જન્મ જયંતી ની ઉજવણી ડભોઇ ખાતે કરવામાં આવી. જેઓ ભારતીય મહિલા મુસ્લિમ શિક્ષિકા અને સમાજ સુધારક હતા. તેઓ સમાજ સુધારક જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલેના સહયોગી હતા. જ્યોતિબા ફૂલે સાવિત્રીબાઈ ફૂલે ને શાળાઓ ખોલવામાં ખૂબ મોટા પ્રમાણમાં મદદ કરેલી. આજરોજ ડભોઇ ખાતે દલિત અને મુસ્લિમ સમાજ દ્વારા જન્મ જયંતિ નો કાર્યક્રમ કરી સમાજને તેમના કાર્યો સંગઠનની ભાવના અને શિક્ષણ વિશે જગદીશભાઈ એ જાણકારી આપી હતી આ પ્રસંગે પ્રજ્ઞાસુર્યા , નરેશભાઈ પ્રજ્ઞાસૂર્યા(જિલ્લા ઉપાધ્યક્ષ વડોદરા ભીમ આર્મી),કૌશિક પ્રજ્ઞાસૂર્યા , સુહનાબેન દીવાન (મહિલા ઉપાધ્યક્ષ વડોદરા જિલ્લા),સોકતઅલી અબ્દાલ, (ડભોઇ તાલુકા અધ્યક્ષ) મોસીનભાઈમન્સૂરી, સિરાજભાઈદીવાન તથા અન્ય કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા.

