36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ શહેર અને તાલુકાના કોંગ્રેસના આગેવાનોનો નારાબાજી સાથે સરકાર સામે દારૂબંધીને લઈ વિરોધ

ડભોઇ શહેર અને તાલુકા ના કોંગ્રેસના આગેવાનોનો નારાબાજી સાથે સરકાર સામે વિરોધ દારૂબંધીના કડક અમલ માટેની માગ સાથે ડભોઇ કોંગ્રેસનું PIને આવેદન છેલ્લા 30 વર્ષથી સરકાર દારૂ-ડ્રગ્સની બાદી રોકવામાં નિષ્ફળ થઇ હોવાનો આક્ષેપ

ડભોઇ શહેર અને તાલુકા ના તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શનિવાર દારૂબંધીના કડક અમલની માંગ સાથે ડભોઇ પોલીસ ઈન્સ્પેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નારાબાજી સાથે સરકાર વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો.

કોંગ્રેસ દ્વારા પાઠવાયેલા આવેદનપત્રમાં રાજ્ય સરકાર અને ભાજપ પર ગંભીર આક્ષેપો કરાયા છે. આવેદનમાં જણાવ્યા મુજબ ગુજરાત મહાત્મા ગાંધીના સિદ્ધાંતોને અનુસરતું રાજ્ય હોવા છતાં છેલ્લા 30 વર્ષથી સરકાર દારૂ અને ડ્રગ્સની બદી રોકવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. ડ્રગ્સ-દારૂના ધંધા પર તેમાં ગંભીર આક્ષેપો કરાયા છે.કોંગ્રેસે રજૂ કરેલા આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં 93,691 કિલો ડ્રગ્સ, 2,229 લિટર પ્રવાહી ડ્રગ્સ, 73,163 ડ્રગ પિલ્સ-ઈન્જેક્શન જપ્ત થયાં હોવા છતાં એકેય કિસ્સામાં કડક સજા ન થતાં સરકારી બેદરકારી સામે સવાલો ઉઠ્યા છે. કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છે આ પ્રસંગે જશપાલસિંહ પઢીયાર વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડભોઇ તાલુકા પ્રમુખ સુધીર બારોટ ડભોઇ કોંગ્રેસ પ્રમુખ સતિષભાઈ રાવલ મુસ્તુફાભાઇ ખલીફા ઐયુબભાઈ મન્સૂરી કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ડભોઇ PI કે જે ઝાલા કોંગ્રેસ સમિતિની માંગણીઓ તથા રજૂઆત સંબંધિત મુદ્દાઓ સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી. તેમજ પોતાની હદમાં કાયદેસરની કડક કાર્યવાહી કરવા અંગે આશ્વાસન આપ્યું હતું.

Related posts

સાવલી નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150 જન્મ જયંતિની ભવ્ય ઉજવણી

admin

સાવલીના મહીબ્રિજ પરથી યુવકે મહીસાગર નદીમાં ઝંપલાવ્યું, રાત્રે શોધખોળ બાદ સવારે ફરી અભિયાન શરૂ કરાયું

admin

શ્રાવણ માસ ની શરૂઆત થતા જ પાલિકાના આરોગ્ય વિભાગ ફરાળી લોટના ગોડાઉનમાં ચેકિંગ

admin

Leave a Comment