ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે ડભોઈ નગર ના લાલ બજાર ટાવર વિસ્તારમાં તો વળી વડોદરી ભાગોળ થી ખેતીવાડી બજારમાં રાધે કોમ્પલેક્ષ પર પતંગ બજારમાં પતંગો ખરીદવા તેમજ દોરીની રેલો સુતાવવા જવા માટે નગરના તેમજ તાલુકાના લોકો પતંગ બજારમાં આજરોજથી જોવા મળ્યા હતા.યુવા વર્ગ રેલ સુતાવવા માટે નગરના મુખ્ય બજારો માંદોડાદોડી કરતા નજરેપડતા હતા.સૌથી સારી રેલ સૂતનારાઓને ત્યાં લાઇન લાગેલી જોવા મળી હતી.જેમ જેમ ઉતરાયણ નજીક આવતી જાય છે.તેમતેમ રેલ સૂતનારાઓની ઘરાકી વધતી જાય ” છે. ચોકસી બજારના કેટલાક વિસ્તારમાં તો રેલ સૂતનારાઓને ત્યાં મેળો જામ્યો હોય એવું લાગે છે. ડભોઇ નગરના પતંગ બજાર માં તૈયાર રેલો પણ આવી ગયેલ છે. પરંતુ હાલમાં આ તૈયાર રેલની ધરાકી નીકળેલ નથી તેમ પતંગ ના વેપારીએ જણાવ્યું હતું.તેમને કહ્યું કે છેલ્લા છેલ્લા આ તૈયાર રેલ વેચાય છે. ઉતરાયણ અંગેપતંગ ના રસિયાઓ એકબીજા સાથે ચર્ચા કરતાં સાંભળવા મળ્યા હતા કે વર્ષોથી ઉતરાયણ પર્વ બે દિવસ ઉજવવામાં આવે છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બે દિવસ નગરજનો ઉજવતા હોય છે.અબાલ વૃદ્ધ, મહિલાઓ, યુવાનો,યુવતીઓ અને બાળકો નું પ્રીય પતંગ પર્વની ધામધૂમથી ઉજવવા માટે પતંગ બજારમાં ઘરાકી નીકળેલ હતી.તે સાથે સુતનાર રેલ વાળાને ત્યાં પણ સુતાવવા માટે લાઈનો જોવા મળી હતી.
આ વર્ષે પતંગ અને દોરામાં ૧૦ થી ૨૦ ટકા ટકા જેટલો વધારો જોવા મળેલ છે.કારણ કે પતંગ બનાવવામાં વપરાતી દરેક વસ્તુઓના ભાવ વધતા હોવાથી ભાવ વધારો થયેલ છે.જ્યાં જુઓ ત્યાં પતંગોની દુકાનો નજરે પડે છે.મકરસંક્રાંતિ નું પર્વ ધાર્મિક અને સામાજિક બંને રીતે સંકળાયેલ હોય જેની ધામધૂમથી ઉજવણી લોકો કરતા હોય છે.

