Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ શહેર ભારત ટોકીઝ ચાર રસ્તા પાસે જર્જરિત વીજ થાંભલો મોતના મલાજા જેવો, ગમે ત્યારે મોટી હોનારતની ભીતિ

​ડભોઇ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) ની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે.
ડભોઇ શહેરના અત્યંત વ્યસ્ત એવા ભારત ટોકીઝ ચાર રસ્તા પાસે એક વીજ થાંભલો છેલ્લા ઘણા સમયથી અતિ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. આ થાંભલો નીચેથી સંપૂર્ણપણે સડીને તૂટી ગયો છે અને એક તરફ નમી પડ્યો હોવાથી સ્થાનિકો અને રાહદારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

શાળાના બાળકોનું જોખમ: આ જોખમી થાંભલાની નજીકમાં જ એક શાળા આવેલી છે, જેમાં અંદાજે ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. બાળકોની અવરજવરને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે ભરચક બજાર: આ વિસ્તાર શહેરનો મુખ્ય માર્ગ હોવાથી અહીં રોજબરોજ હજારો લોકોની અવરજવર રહે છે. જો આ થાંભલો ધરાશાયી થાય, તો મોટી જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી તંત્રની આળસ: થાંભલો આખો વળી ગયો હોવા છતાં MGVCL ના અધિકારીઓ હજુ સુધી ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે.
​સ્થાનિકોનો સવાલ જો કોઈ જાનહાનિ થશે તો તેનો જવાબદાર કોણ શું તંત્ર કોઈના મોતના સમાચાર સાંભળ્યા પછી જ જાગશે
​તાકીદની માગણી ડભોઇના જાગૃત નાગરિકોની માગણી છે કે MGVCL ના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર આવી તપાસ કરે અને આ જોખમી થાંભલાને બદલીને નવો મજબૂત થાંભલો નાખવામાં આવે. તંત્ર વહેલી તકે જાગે અને કોઈ માસૂમનો જીવ જાય તે પહેલાં યોગ્ય કામગીરી કરે તે અત્યંત અનિવાર્ય છે.

Related posts

ઇન્સ્ટાગ્રામ મારફતે પ્રતિબંધિત ઇ-સિગારેટ વેચતું નેટવર્ક ઝડપાયું, ૧.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત

admin

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વડોદરા મહાનગર પત્રકાર પરિષદ યોજી

admin

વાઘોડિયામાં આકાશી વીજળી પડવાથી આધેડ મહિલાનું મોત

admin

Leave a Comment