Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વડોદરા મહાનગર પત્રકાર પરિષદ યોજી

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વડોદરા મહાનગર પત્રકાર પરિષદ યોજી જેમાં લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના આયોજકો રૂપિયાના લોભમાં હિન્દુ સંસ્કૃતિને ગિરવે મૂકી બેઠા છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ

લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના આયોજકો દ્વારા જે રીતે પરધર્મી લોકો કે જેઓ મૂર્તિપૂજામા માનતા નથી તેઓને રૂપિયા કમાવવાના લોભ લાલચે એક રીતે પોતાની હિન્દુ સંસ્કૃતિ ને ગિરવે મૂકી રહ્યા છે. જો પરધર્મીઓને હિન્દુ દેવીદેવતાઓ પ્રત્યે ખરેખર આસ્થા છે તો તેઓ માતાજીનો પ્રસાદ ગ્રહણ કરે, પોતાની બહેન, માં અને ઘરની મહિલાઓ સાથે આવે પરંતુ પરધર્મીઓ એક સ્પેશિયલ એજન્ડા સાથે ગરબામાં આવવા માંગે છે જેનો ઉદ્દેશ હિન્દુ બહેન દીકરીઓને ફોસલાવી, લવજેહાદ જેવી પ્રવૃત્તિઓ કરવા આ એક ષડયંત્રના ભાગરૂપે જ પરધર્મીઓ ગરબામાં પ્રવેશ માટે પાસ મેળવી રહ્યા છે. ખરેખર લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના આયોજકોએ આબાબતને સમઝવી પડશે.ગરબાની ગરિમાને સમજવી પડશે કારણ કે, નવરાત્રી એ માતાજીની આરાધના, ઉપાસના પવિત્રતા, બ્રહ્મચર્ય સાથે નું પર્વ છે. વિધર્મીઓ દ્વારા જે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે તેનો વિશ્વ હિન્દુ પરિષદ સખત વિરોધ કરે છે અને જો કોઇપણ પ્રકારની ઘટના બનશે તેને સાંખી લેવામાં નહીં આવે. લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના આયોજકોને જવાબ આપવો પડશે.

Related posts

ફૅકલ્ટી ઓફ પરફૉર્મિંગ આર્ટ્સ, ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા ખાતે કાર્યશાળાનું આયોજન

admin

વડોદરા બીજેપીના નવા કાર્યાલયના તકતી અનાવરણ બાદ સામે આવ્યો વિવાદ

admin

ડભોઇમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન માસના મુસ્લિમ 27માં ચાંદના રોજ બરકતો વાલી સબે એ કદ્વ મુબારક રાતના રોજ

admin

Leave a Comment