33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં શ્રી લોહાણા મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા બીફોર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું

શ્રી લોહાણા મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા બીફોર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સમાજની મહિલાઓ એ ગરબે ઘુમ્યા…. શ્રી લોહાણા મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા કારેલીબાગ વિસ્તારમાં બીફોર નવરાત્રીનું આયોજન કરાયું. જ્યાં વસે ગુજરાતી ત્યાં રમાય ગરબા જી હાં

ગુજરાતની ઓળખ એવા નવલી નવરાત્રી મહોત્સવનો રવિવારથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. તે પહેલા ઠેરઠેર બી ફોર નવરાત્રિની રમઝટ શરૂ થઈ છે. ત્યારે ગુજરાત હોય કે વિદેશની ધરતી જ્યાં વસે ગુજરાતી ત્યાં થાય ગરબાની રમઝટ વડોદરા શહેરમાં વસતા ગુજરાતીઓ દ્વારા વડોદરા ની ધરતી પર બી ફોર નવરાત્રિ રમઝટ સાથે ગરબા રમી મા અંબાની આરાધના કરવામાં આવી હતી.

વડોદરા શહેરમાં વસતા શ્રી લોહાણા સમાજ દ્વારા કારેલીબાગ વિસ્તારમાં બી ફોર નવરાત્રિ રમઝટ બોલાવવામાં આવી હતી. શ્રી લોહાણા ઉત્કર્ષ મંડળ ની મહિલાઓ ગુજરાતીઓ ટેડિશનલ ડ્રેસમાં સજ્જ થઇ ગરબે ઘુમ્યા હતા. ગરબાના આયોજનમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ જોડાયા હતા અને માનો ગરબો રમી નવરાત્રિના આગમન પૂર્વે બી ફોર નવરાત્રી ઉજવણી કરી હતી

Related posts

ચેતન બાલવાડીના વિદ્યાર્થીઓની એમ.એસ.યુ. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની શૈક્ષણિક મુલાકાત

admin

પરિવાર ફાઉન્ડેશન દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પીવાના બાઉલનું વિતરણ

admin

મહિસાગર માતાજીનો ભવ્ય ચૂંદડી મનોરથ કાર્યક્રમ યોજાયો જેમાં રેવા ફિલ્મ જેવા દ્રશ્યો જોવા મળ્યાં

admin

Leave a Comment