40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
જુનાગઢજુનાગઢ જિલ્લો

ઓસ્ટ્રેલિયન ઓપનમાં ઇતિહાસ રચનાર જૂનાગઢની દીકરી જેન્સી કાનાબારનું ભવ્ય સ્વાગત, મહાનુભાવોએ કર્યો સન્માન

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસની એશિયા પેસિફિક એલીટ અંડર-૧૪ વુમન્સ સ્પર્ધામાં ટાઈટલ જીતી ઇતિહાસ રચનાર જૂનાગઢની દીકરી કુ. જેન્સી કાનાબારનું આજે વતન પરત ફરતા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને રમતજગત દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

મજેવડી દરવાજાથી ગાંધીગ્રામ સ્થિત સરદાર પટેલ રમતગમત સંકુલ સુધી ભવ્ય બાઈક રેલી યોજાઈ હતી, જેમાં રમતપ્રેમીઓ, ખેલાડીઓ અને નાગરિકો જોડાયા હતા. આંતરરાષ્ટ્રીય ફલક પર જૂનાગઢનું નામ રોશન કરનાર જેન્સી કાનાબારને જિલ્લાવહીવટી તંત્ર, રમત પરિવાર અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માન સમારોહમાં આવકારવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જૂનાગઢ જિમખાનાનું ટેનિસ કોર્ટ હવે ‘જેન્સી કાનાબાર’ના નામે ઓળખાશે તેમ જણાવ્યું અને જેન્સીનું સન્માન કર્યું હતું.

સન્માન સમારોહમાં મેયર શ્રી ધર્મેશ પોશિયા, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા સહિત જિલ્લાના અનેક મહાનુભાવો અને અધિકારીઓ પ્રેરક ઉપસ્થિતિમાં રહ્યા હતા.

ઓસ્ટ્રેલિયન ઓપન જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધામાં વિજય મેળવી જેન્સીએ માત્ર પરિવાર અને શહેરને નહીં પરંતુ સમગ્ર રાજ્યને ગૌરવ અપાવ્યું છે—એવું વક્તાઓએ જણાવ્યું હતું.

Related posts

વિસાવદરમાં નારી સંમેલનની ભવ્ય ઉજવણી, સશક્ત નારીઓનું સન્માન

admin

આ વર્ષે મહાશિવરાત્રી મેળામાં, શ્રદ્ધાળુઓની સુવિધા માટે AI આધારિત પાર્કિંગ વ્યવસ્થા

admin

વિસાવદર ની કુબા પ્રાથમિક શાળા ખાતે નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો.

admin

Leave a Comment