27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદરમાં નારી સંમેલનની ભવ્ય ઉજવણી, સશક્ત નારીઓનું સન્માન

વિસાવદર તાલુકામાં ICDS વિસાવદર વિભાગ દ્વારા નારી સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત મહિલા આયોગ અને જૂનાગઢ જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન વિસાવદર ખાતે આવેલા સુંદરબા બાગમાં કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો પ્રારંભ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હરેશભાઈ ઠુંમર (જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ), જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

આ ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે, મહિલા અને બાળ વિકાસ વિભાગની ટીમ, વિસાવદર વાત્સલ્ય હોસ્પિટલના ડૉ. ડૉ. રામોલિયા તેમજ 181 અભયમ ટીમના કર્મચારીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ મહિલાઓને નારી અદાલત, 181 અભયમ સેવા, મહિલાઓ માટેની સરકારી યોજનાઓ, કાયદાકીય હક્કો, કેન્સર અને પોષણ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી.

વિસાવદરના બાળ વિકાસ યોજના અધિકારી મોનિકા બેન મેરના માર્ગદર્શન હેઠળ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પાંચ નારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેમાં વત્સલાબેન દવે, વિસાવદરના પીઆઈ મેડમ જે.એચ. પટેલ, NRLM મિશન મંગલમના તાલુકા મેનેજર નંદુબેન નંદાનીયા, મોટા હડમતીયા ગામના સરપંચ પટોળિયા બેન તથા જાંબાળા ગામની સખી મંડળની સક્રિય સભ્ય હેતલબેન ઠુંમરનો સમાવેશ થાય છે.

કાર્યક્રમ દરમિયાન વાનગી નિર્દેશન પણ રાખવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે CDPO મોનિકા બેન મેર તથા તેમની ટીમના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Related posts

જુનાકોટડા ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને ભાવભર્યો વિદાય સમારંભ

admin

વિસાવદરમાં મેઘરાજાની મહેર સર્વત્ર વરસાદી માહોલ

admin

વિસાવદર બી.આર.સી. ભવન ખાતે રિસોર્સ રૂમના દિવ્યાંગ બાળકો દ્વારા રાસોત્સવ સંપન્ન.

admin

Leave a Comment