27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલીમાં MGVCL દ્વારા સ્પેશિયલ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ, 28 ટીમો મેદાનમાં ઉતારાઈ

સાવલી તાલુકામાં બાકી વીજ બિલ વસૂલાત અને ગેરકાયદેસર વીજ જોડાણો સામે કાર્યવાહી કરવા માટે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા સ્પેશિયલ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.

આ અભિયાન અંતર્ગત સમગ્ર સાવલી તાલુકામાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. વીજ ચેકિંગ માટે MGVCLની કુલ ૨૮ ટીમોને તાલુકાના વિવિધ વિસ્તારોમાં મેદાનમાં ઉતારવામાં આવી હતી.

ટીમો દ્વારા બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકો તેમજ ગેરકાયદેસર વીજ જોડાણો અંગે તપાસ કરવામાં આવી હતી. વીજચોરી અટકાવવા તેમજ બાકી રકમની વસૂલાત ઝડપી બનાવવા માટે આ મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હોવાનું કંપની દ્વારા જણાવાયું છે.

અભિયાન દરમિયાન અનેક વિસ્તારોમાં ચેકિંગ કરી નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી અને ગ્રાહકોને બાકી બિલ સમયસર ભરવાની અપીલ પણ કરવામાં આવી હતી.

Related posts

માંજલપુર અલવાનાકા કોતર તલાવડી વિસ્તારમાં અસંખ્ય ખાડાઓનું સામ્રાજ્ય..

admin

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા જુથ ગામ પંચાયત ભ્રષ્ટાચાર આપેક્ષ થયો

admin

MGVCL દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરના લીધે લોકોમાં ભારે અસંતોષ

admin

Leave a Comment