ડભોઈ મુકામે શિનોર ચાર રસ્તા પાસે મોકાની જગ્યા ઉપર ફાઈનલ પ્લોટ ૧૩૦માં દેવ સદન કરીને કોમર્શિયલ કોમ્પ્લેક્સના બાંધકામ બાબતે વિવાદ ઉભો થયો છે.ડભોઈ સર્કિટ હાઉસની સામેની જગ્યા કે જ્યાં અગાઉ લાકડાના બેનસા હતા. તે જગ્યા પર માલિકો દ્વારા કોમર્શિયલ કોમ્પ્લેક્સના બાંધકામની જાહેરાત કરેલ છે. જે બાબતના ખાતમુહૂર્ત સહિત બુકિંગ સેરેમની કાર્યક્રમ પણ રવિવારે યોજાયો હતો.
જેને લઈ સત્વરે જાગેલી પાલિકા દ્વારા નોટિસ ફાટકરાઇ છે. એક તરફ નગર પાલિકા પરવાનગી વગરના બાંધકામ બાબતે નોટિસ આપી કાર્યવાહી કરે છે. ત્યારે બીજી તરફ આ જ કોમ્પ્લેક્સના બુકિંગસેરેમનીમાં નગરપાલિકાના પ્રમુખ બીરેન શાહ સ્ટેજ ઉપર બેસી અભિનંદન આપતા જોવા મળ્યાં હતા. જેથી સત્તાપક્ષ અને અધિકારી વર્ગ આમને સામને હોવાની ચર્ચાએ વેગ પકડયો છે.
કોમ્પ્લેક્સના ખાતમુહૂર્ત સહિત બુકિંગ સેરેમનીન્ની જાણ નગરપાલિકા તંત્રને થતા નગરપાલિકાના ચીફ ઓફ્સિર દ્વારા લેખિત નોટિસ ફટકારાઈ છે. સાથે બુકિંગ સેરેમનીમાં થયેલા બુકિંગ જોતા નગરના એકમાત્ર હિંદુ બહુલ વિસ્તારમાં પણ મુસ્લિમ વેપારીઓને દુકાનોના વેચાણ અપાતા હોવાની વાતોએ લોકચર્ચાની સાથે હિંદુઓમાં કચવાટ હોવાની વાતોએ જોર પકડયું છે.ઉલ્લેખનીય છે કે, પાલિકા દ્વારા જે નોટિસ પાઠવેલ છે. જેમાં સ્પષ્ટ કારણોનો ઉલ્લેખથયો નથી. પરંતુ આ બાબતે નગરપાલિકાની પરવાનગી/રજાચિઠ્ઠી મેળવ્યા વગર જ કામકાજ શરુ કરેલ હોવાનું નોટિસ પરથી જણાઈ આવે છે. વધુમાં આ જગ્યા ઇન્ડસ્ટ્રીઅલ ઝોનની છે કે, હેતુફેર થયેલ છે. તેમજ અન્યસાધનિક મંજૂરી પણ લીધેલ છે કે, કેમ તે બાબતનો ઉલ્લેખ પણ નોટિસમાં કરેલ નથી. જે બાબતની જાણકારી નગરમાં વાયુ વેગે પ્રસરતા લોકોમાં ઉત્સુકતા અને રોકાણકારોમાં ગભરાહટની લહેર પ્રસરી છે. અત્રે એ પણ નોંધવું રહ્યું કે, ડભોઈ અને આસપાસના ધરમપુરી, તરસાણા, વેગા, શિરોલા સહિતના વિસ્તારમાં રજાચિઠ્ઠી વગર જ અને પ્લાન પરમિશન વિરુદ્ધ ના બાંધકામોએ માઝા મૂકી છે.

