36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરનાં દેણા બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો

વડોદરાના દેણા બ્રિજ પર આજે એક વિચિત્ર અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રક સામે અચાનક એક કાર આવી જતા ટ્રક ડ્રાઈવરે તાત્કાલિક બ્રેક મારી હતી. જોકે આ બ્રેકના ઝટકાથી ટ્રકના પાછળના ભાગમાં ભરેલી લોખંડની એંગલો આગળ ધસી આવી અને કેબિન તોડી અંદર ઘૂસી ગઈ હતી.

આ ઘટનામાં ટ્રક ડ્રાઈવર નારાયણ જગદીશ રબારીના બંને પગ સ્ટીયરિંગ અને લોખંડની એંગલો વચ્ચે ફસાઈ જતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતાં જ પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ આધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી.

ફાયર બ્રિગેડના જવાનોએ હાઈડ્રોલિક કટર વડે સ્ટીયરિંગ અને સીટ કાપી ભારે જહેમત બાદ ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ફાયર બ્રિગેડની ઝડપી અને સતર્ક કામગીરીને કારણે એક વધુ જીવ બચ્યો હોવાનું સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું.

Related posts

ડભોઇ તાલુકાના તેનતલાવ સીમ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં બે મિત્રો બાઇક લઇ ખાબક્યા

admin

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આંતર રાજ્ય ત્રિચી ગેંગને ઝડપી પાડી

admin

વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં મારામારીનો કિસ્સો સામે આવ્યો

admin

Leave a Comment