43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

‘ઓપરેશન પરાક્રમ’ હેઠળ નાયડુ/ત્રીચી ગેંગ ઝડપાઈ, સાવલી પોલીસની મોટી સફળતા

વડોદરા જિલ્લાના સાવલી પોલીસ સ્ટેશને ‘ઓપરેશન પરાક્રમ’ અંતર્ગત મોટી કાર્યવાહી કરી ગાડીના કાચ તોડી બેગ લીફ્ટીંગ કરનાર બે શાતિર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સાથે વડોદરા શહેર, આણંદ અને વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં થયેલા અનેક અનડિટેક્ટ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.

પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને પેટ્રોલિંગ દરમિયાન એક્ટીવા મોપેડ પર ફરતા શંકાસ્પદ ઇસમોને જોયા હતા. પીછો કરી પોલીસે બંનેને ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ બેગ ચોરી તેમજ એક્ટીવા ચોરી કર્યાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે.

ઇ-ગુજકોપ સિસ્ટમ મારફતે કરવામાં આવેલી તપાસમાં આરોપીઓના અગાઉના ગુનાઓનો પણ ખુલાસો થયો છે. સાવલી, ડેસર, વડોદરા શહેર તેમજ આણંદ વિસ્તારમાં કુલ પાંચ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે.

સાવલી પોલીસની આ કામગીરીને પગલે સ્થાનિક લોકોમાં સુરક્ષાનો ભાવ વધુ મજબૂત બન્યો હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

વડોદરા શહેરના સમા સાવલી રોડ પર આવેલ શ્રીમય બેલેવ્યુ ખાતે કપડાંના અત્યાધુનિક શોરૂમ નેકડનું ભવ્ય શુભારંભ થયો

admin

નર્મદા ભવનની પાછળ રેશન કાર્ડનું EKYC કરવા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે

admin

વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં ટીપી સ્કીમ નં.51ના રોડ પરથી દબાણ દૂર કરાયા

admin

Leave a Comment