43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

વિરોદ ગામની પરણીત યુવતી ગુમ, મંજુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વિરોદ ગામના ઠાકોર ફળીયામાં રહેતી ૨૫ વર્ષીય અલ્પીતાબેન પાટણવાડીયા રહસ્યમય રીતે લાપતા થતાં પરિવારજનોમાં ચિંતા ફેલાઈ છે. મળતી માહિતી મુજબ અલ્પીતાબેન ૦૪/૦૨/૨૦૨૬ના રોજ સવારે અંદાજે ૧૧ વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યા નથી.

આ મામલે અલ્પીતાબેનના પતિ વિશાલ પાટણવાડીયાએ મંજુસર પોલીસ મથકે ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે. મંજુસર પોલીસે ગુમ જાણવાજોગ હેઠળ કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી છે.

પોલીસ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે કે જો અલ્પીતાબેન અંગે કોઈ માહિતી મળે તો તરત મંજુસર પોલીસ મથકનો સંપર્ક કરવા વિનંતી છે.

Related posts

ડભોઈમાં કારમાં લઈ જવાતો રૂપિયા ૪૩,૮૫૨નો વિદેશીદારૂ પકડાયો

admin

મુંબઈ બાદ ઉજવાતો ઉત્સવ એટલે ગણેશ ઉત્સવ…..

admin

વડોદરા વોર્ડ નં. ૧૩ ના ઝૂપડાવાસીઓ સામે પક્ષપાતી વલણનો આરોપ

admin

Leave a Comment