41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા વોર્ડ નં. ૧૩ ના ઝૂપડાવાસીઓ સામે પક્ષપાતી વલણનો આરોપ

વડોદરા શહેરના વોર્ડ નં. ૧૩ના ઝૂપડાવાસી પરિવારો દ્વારા વોર્ડ કાઉન્સિલર જાગૃતિબેન કાકા વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. કાશી વિશ્વનાથ મહાદેવ મંદીર પાસે વસવાટ કરતા માળી સમાજના ૮ ગરીબ પરિવારોના મકાનો અંગે બિલ્ડરો દ્વારા દબાણ અને તોફાની રીતે સામાન જપ્ત કરાવવાનો આરોપ મૂકાયો છે.

આ અંગે વસ્તીઓએ જણાવ્યું કે, વારંવાર મહાનગર પાલિકા, ટાઉન પ્લાનિંગ અને કલેકટર કચેરીમાં રજૂઆત છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે ટાઉન પ્લાનિંગ વિભાગે બિલ્ડરને મંજૂરી માટે સ્પષ્ટ રીતે શરત મૂકવા છતાં રાજકીય દબાણ હેઠળ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
મ્યુનિ. સભા તા. ૧૭ એપ્રિલે મુલતવી રાખવામાં આવી હતી અને તેની પાછળના હકીકતો અંગે પણ સ્પષ્ટતા જરૂરી છે.

ઝૂપડાવાસીઓએ કાઉન્સિલર પર લેન્ડ ગ્રેબિંગના કેસની ધમકી આપવા અને દબાણ શાખાનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો છે. પોલીસ દળે પોતાનું કાર્ય વફાદારીપૂર્વક કર્યું હોવા છતાં રાજકીય દબાણના કારણે અન્યાય થતો જણાઈ રહ્યો છે.

આ અંગે વડોદરા મહાનગર પાલિકા અને સ્ટેન્ડિંગ કમિટી પાસે સ્પષ્ટ અને જવાબદાર નિવેદન આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

Related posts

મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠન દ્વારા ધોરણ 10 અને 12ના ઉત્તિર્ણ થયેલા વિધ્યાર્થીઓ,મહિલાઓ તથા ખેલાડીઓના સત્કાર સમારંભનું આયોજન

admin

વડોદરાની ફોનિક્સ સ્કૂલ દ્વારા સ્ટુડન્ટ્સ નેસ્ટ હોસ્ટેલનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું

admin

ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા ગૌરવ પુરસ્કૃત ડિપાર્ટમેન્ટના પ્રાધ્યાપિકાઓનું સન્માન કરવામાં આવ્યું

admin

Leave a Comment