36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડી ખાતે ભાજપ પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રભાઈ ચૌહાણ દ્વારા મંડલ પરિચય બેઠક યોજાઈ

નસવાડી : નસવાડી ગ્રામ પંચાયત હોલમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના મહામંત્રી તથા મધ્ય ઝોનના પ્રભારી હિતેન્દ્રભાઈ ચૌહાણજીના અધ્યક્ષસ્થાને મંડલના પદાધિકારીઓ અને શક્તિ કેન્દ્રના સંયોજકો સાથે પરિચય બેઠક યોજાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, ભાજપના વિવિધ મંડલોના હોદ્દેદારો સાથે આ મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી, જેમાં સંગઠન મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રભાઈ ચૌહાણજીએ કાર્યકરોને માર્ગદર્શન આપતાં પાર્ટીની કાર્યપદ્ધતિ, સંગઠનાત્મક એકતા તથા આવનારા સમયમાં કામગીરી વધુ અસરકારક બને તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા.

આ કાર્યક્રમમાં નસવાડી તાલુકા ભાજપના આગેવાનો, મંડલ પ્રમુખો, પદાધિકારીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

પરિચય બેઠકમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી, જિલ્લા મહામંત્રી રમણભાઈ બારીયા તથા પુષ્કરભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી ડી.એફ. પરમાર, પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ ભીલ, મંડલ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ, જિલ્લા ઉપપ્રમુખ દિલીપભાઈ ભીલ અને ગોપાલસિંહ ચૌહાણ, જિલ્લા મંત્રી સીમીબેન ડુ ભીલ, નસવાડી તાલુકા મહામંત્રી રાજુભાઈ રાઠવા અને દલસિંગભાઈ ડુ ભીલ, અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ અરવિંદભાઈ ડુ ભીલ તેમજ મંડલના પદાધિકારીઓ અને શક્તિ કેન્દ્રના સંયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

શિહોદમાં ભારજ નદી પર ત્રીજી વખત ડાયવર્ઝન શરૂ જનતાને રાહત

admin

ચાર વર્ષ અગાઉ જર્જરીત બનતા શાળાનું બિલ્ડીંગ તોડી પાડવામાં આવ્યું હતું પરંતુ આજદિન સુધી નવી બિલ્ડીંગ ન બની

admin

કવાંટ તાલુકાના પાનવડ ગામમાં નવીન સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

admin

Leave a Comment