Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાની લિટલ ફ્લાવર્સ સ્કૂલ ખાતે SCC સ્નેહલ સર દ્વારા કમ્પ્યુટર વિષયની પ્રી-બોર્ડ પરીક્ષાનું આયોજન

વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાની તૈયારીમાં વધુ મજબૂત બનાવવા માટે SCC સ્નેહલ સર દ્વારા લિટલ ફ્લાવર્સ સ્કૂલ ખાતે કમ્પ્યુટર વિષયની પ્રી-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં ત્રણ કલાકમાં ત્રણ પેપર ઉકેલવાના હતા અને સમગ્ર પ્રક્રિયા બોર્ડની પદ્ધતિ મુજબ OMR શીટ દ્વારા લેવામાં આવી હતી.

વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે અને બોર્ડ પરીક્ષાનો અનુભવ મળે તે હેતુથી સતત આઠમા વર્ષે આ પ્રી-બોર્ડ પરીક્ષા યોજાઈ રહી છે. વિદ્યાર્થીઓને ઉત્તમ ગ્રેડ મળે તે માટે કમ્પ્યુટર વિષયની વિશેષ અને સુવ્યવસ્થિત તૈયારી કરાવવામાં આવી હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.

આ પરીક્ષામાં ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આયોજનને સફળ બનાવવા બદલ લિટલ ફ્લાવર્સ સ્કૂલના સંચાલનનો તેમજ મંગેશ સરનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેમણે શાળામાં પરીક્ષા લેવા માટે જરૂરી તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી હતી.

Related posts

વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આજરોજ પોલીસ ભવન ખાતે આયોજનપત્ર આપવામાં આવ્યો

admin

ડભોઈના મહુડી ભાગોળ વિસ્તારમાં પતરાં વાળા બંધ મકાનમા કોઈ કારણોસર આગ લાગતા તેમાં રહેલો મંડપનો સામાન બળીને ખાક

admin

દિલ્હીમાં બજેટ સત્ર અડધા માંથી છોડી વડોદરાની પરિસ્થિતિનો તાગ મેળવવા બે દિવસની મુલાકાત માટે આવી પહોંચ્યા યુવા અને શિક્ષિત સાંસદ હેમાંગ જોષી

admin

Leave a Comment