ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડો જય પ્રકાશભાઈ સોનીના અધ્યક્ષ સ્થાને તેમજ અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. દિનેશ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં આજ રોજ બજેટ અંગે સૂર્યા પેલેસ હોટેલ ખાતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું
ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડો જય પ્રકાશભાઈ સોનીના અધ્યક્ષ સ્થાને તેમજ અમદાવાદ (કણૉવતી) પશ્ચિમના સાંસદ ડો દિનેશભાઈ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટનું આયોજન સાંજે ક્રિસ્ટલ હોલ, સુયૉ પેલેસ હોટલ, સયાજીગંજ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના સોશિયલ મીડિયા સેલના ઇન્ચાર્જ મનન શાહ સહિત વડોદરા સોશિયલ મીડિયાની સમગ્ર ટીમ તેમજ શહેરના 150 થી વધુ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને કન્ટેન્ટ ક્રીએટર હાજર રહ્યા હતા જ્યાં તાજેતરમાં રજુ થયેલ દેશના બજેટ અંગે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેમના મંતવ્યો પણ જાણવામાં આવ્યા હતા.

