37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના વાસના તળાવના બ્યુટીફિકેશન મુદ્દે કોંગ્રેસના ગંભીર આક્ષેપ

વડોદરા શહેરના તળાવના બ્યુટીફિકેશનના નામે કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ કોના ખાતામાં જાય છે તે અંગે સવાલો ઊભા થયા છે. વડોદરા શહેર ઇલેશન વોર્ડ નંબર–10ના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા દ્વારા વાસના તળાવની હાલત જોઈને મહાનગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

હાર્દિક આમોદિયાએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા બ્યુટીફિકેશનના નામે ટેન્ડરો બહાર પાડે છે અને રકમ પણ ફાળવાય છે, પરંતુ વાસના તળાવની દયનીય સ્થિતિ યથાવત છે. તળાવની આજુબાજુ રહેતા સ્થાનિક રહેવાસીઓએ ત્રાહિમામ પોકારી તેમને સંપર્ક કર્યો હતો અને તાત્કાલિક સફાઈ તેમજ સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગ કરી હતી.

તળાવની નજીક સ્કૂલ અને રહેણાંક મકાનો આવેલા હોવાથી વિદ્યાર્થીઓને પાણીમાં પડી જવાની ભીતિ સતાવી રહી છે. સાથે જ તળાવની આસપાસ ફેન્સિંગ ન હોવાથી જોખમ વધ્યું હોવાનું રહેવાસીઓનું કહેવું છે. વધુમાં, તળાવમાં મગર જોવા મળતાં લોકો ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યા છે.

આ ઉપરાંત તળાવની બાજુમાં આવેલી ગટરની ચેમ્બરનું ઢાંકણ ખુલ્લું પડ્યું હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલાં એક વ્યક્તિ ગટરમાં પડી જતા મોત નીપજ્યું હોવા છતાં તંત્ર દ્વારા પૂરતી કાર્યવાહી ન કરાઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયાએ કોર્પોરેશનના અધિકારીઓ, કોર્પોરેટરો અને ધારાસભ્યો પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે જો તાત્કાલિક ધોરણે તળાવનું બ્યુટીફિકેશન અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકો સાથે મળીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.

Related posts

ફિલ્મી સ્ટાઇલમાં તમામ કાળા કલરની કારના કાફલા સાથે નબીરાઓએ સ્ટંટ કર્યો

admin

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ ઓમ કારેશ્વર મહાદેવ મંદિર ખાતે ૨૪માં પાઠ ઉત્સવની ઉજવણી

admin

ભારત – પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે વડોદરા જિલ્લાના પુરવઠા તંત્ર એક્શન મોડમાં

admin

Leave a Comment