37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલી તાલુકાના મેવલી ગામે જનજાગૃતિ માટે NSS કેમ્પનું આયોજન

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મેવલી ગામમાં રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત વિશેષ જનજાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સોમવારથી શુક્રવાર સુધી યોજાનાર છે, જેમાં વિવિધ સામાજિક અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

કેમ્પના પ્રથમ દિવસે “ક્લીન ઈન્ડિયા” અભિયાન હેઠળ ગામમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. બીજા દિવસે સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા માટે રેલી યોજવાની યોજના બનાવવામાં આવી છે. આ સાથે નશા મુક્તિ અભિયાન અંતર્ગત ગ્રામજનોને વ્યસનના દૂષ્પ્રભાવ વિશે માહિતગાર કરવામાં આવશે.

કેમ્પ દરમિયાન ગામની વિવિધ સમસ્યાઓનું સર્વેક્ષણ કરીને તેના ઉકેલ માટે જરૂરી કામગીરી કરવામાં આવશે. ગામના સર્વાંગી વિકાસ માટે સ્વચ્છતા, આરોગ્ય, પર્યાવરણ તેમજ સામાજિક સુધારાઓ અંગે વિદ્યાર્થીઓ દ્વારા કામગીરી હાથ ધરાશે.

આ કેમ્પમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા, જેના કારણે ગામમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.

Related posts

રાવપુરા વિધાનસભા મત વિસ્તારના પ્રશ્નો મુદ્દે પાલિકામાં બેઠક મળી

admin

ચૈત્ર નવરાત્રી નિમિત્તે કારેલીબાગના બહુચરાજી મંદિરે વિશેષ આયોજન, દર્શન સમય વધારાયો

admin

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રજૂ થયેલા રસ્તાના કામો મુદ્દે મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો

admin

Leave a Comment