43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સન ફાર્મા રોડ થાર અકસ્માત મામલે ડીસીપીનું નિવેદન, યુવતી ચાલકની ધરપકડ

વડોદરા: શહેરના સન ફાર્મા રોડ પર થયેલા ઘાતક અકસ્માત મામલે ઝોન-૨ના ડીસીપી મંજીતા વણઝારાએ મહત્વપૂર્ણ માહિતી આપી છે.

ડીસીપીના જણાવ્યા અનુસાર આ અકસ્માત રાત્રે અંદાજે ૧થી ૨ વાગ્યા દરમિયાન સર્જાયો હતો, જેમાં અભિષેક મોરે નામના યુવકનું ઘટનાસ્થળે જ દુઃખદ મોત નિપજ્યું હતું.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે થાર કારમાં ત્રણ યુવતીઓ લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત ફરી રહી હતી. અકસ્માત સમયે ૧૯ વર્ષીય આરોપી યુવતી રીષિકા સદનાની કાર ચલાવી રહી હતી, જેને પોલીસે ધરપકડ કરી છે. કારમાં અન્ય બે યુવતીઓ તનિષા અને વિસ્મય પટેલ પણ સવાર હોવાનું જાણવા મળ્યું છે.

માહિતી મુજબ કાર ચલાવતી યુવતી નવરચના યુનિવર્સિટીમાં એફ.વાય.માં અભ્યાસ કરે છે. થાર ગાડી ઓવરસ્પીડમાં હતી કે નહીં તે અંગે પોલીસ દ્વારા તપાસ ચાલુ છે. સાથે જ ચાલક યુવતીએ નશો કર્યો હતો કે નહીં તે જાણવા માટે મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે.

પોલીસ દ્વારા સમગ્ર મામલે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અકસ્માતના ચોક્કસ કારણોને લઈ વધુ તપાસ ચાલુ છે.

Related posts

વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂ 3.82 કરોડ ના ખર્ચે નિઝામપુરા અતિથિગૃહ લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ સયાજીગંજ વિધાનસભાના આયુષ્માન કાર્ડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

admin

ડભોઈ MGVCLની ગંભીર બેદરકારી : જનતાનગર પાસે જીવના જોખમે વીજ લાઈન બદલવાની કામગીરી

admin

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલનું પણ વડોદરા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

admin

Leave a Comment