Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વિકાસકાર્યોને ગતિ : વોર્ડ નં-૭ માટે ₹૧.૦૭ કરોડના કામો મંજૂર

વડોદરા શહેરના રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વિકાસના કામોનો ધમધમાટ શરૂ થયો છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત આંતરમાળખાકીય સુવિધાઓ મજબૂત કરવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ યોજનાના ભાગરૂપે વોર્ડ નંબર ૭માં વિવિધ ૮ વિકાસલક્ષી કામો માટે કુલ રૂપિયા ૧૦૭.૭૮ લાખ (૧.૦૭ કરોડથી વધુ)નું બજેટ ફાળવવામાં આવ્યું છે. જાહેર કરાયેલા કામોમાં રોડ નેટવર્કને મજબૂત બનાવવામાં સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે.

ખાસ કરીને સંજય પાર્ક અને રુદ્રા સોસાયટીના રોડના વિકાસ માટે રૂપિયા ૪૦.૧૪ લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત નવાઘર મહોલ્લામાં નવી ડ્રેનેજ લાઇન નાખવાનું તેમજ અનુસ્તુ ટેકરી અને હજરત ટેકરા (બાવમાનપુરા નજીક) વિસ્તારમાં નવી પાણીની પાઇપલાઇનના કામોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે.

સાથે સાથે ગેલેક્સી એપાર્ટમેન્ટ, જયશ્રી સોસાયટી, અનુસ્તુ ટેકરી અને નવાઘર મહોલ્લાના આગળના ભાગમાં નવા રોડ બનાવવાની કામગીરી હાથ ધરાશે. આ વિકાસકાર્યો પૂર્ણ થતાં વોર્ડ નંબર ૭ના રહેવાસીઓને પ્રાથમિક સુવિધાઓમાં મોટી રાહત મળશે અને ટ્રાફિક તેમજ પાણી સંબંધિત સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related posts

મોઢા પર પ્લાસ્ટિક બાંધીને સ્ટંટ કરતો પૂર ઝડપે વાહન દોડાવતા ઈસમનું અકસ્માત સર્જાતા મો-ત

admin

ડભોઇ-સંખેડા મુખ્ય માર્ગ પર ધૂળની ડમરીઓથી વાહનચાલકો બેહાલ કરનેટથી બોરીયાદ સુધીનો રસ્તો બન્યો ધૂળિયો

admin

દેવ ડેમ સિંચાઈ કેનાલમાં થયેલ ભ્રસ્ટાયારની તટસ્થ તપાસ કરવા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર

admin

Leave a Comment