વડોદરાના અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર એક વિચિત્ર અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલક દ્વારા મોઢા પર પ્લાસ્ટિક બાંધીને સ્ટંટ કરતો પૂર ઝડપે દોડાવવામાં આવતા અકસ્માત સર્જાતા મોત નીપજ્યું હતું.
વડોદરાના અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર એક વિચિત્ર અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલક દ્વારા મોઢા પર પ્લાસ્ટિક બાંધીને સ્ટંટ કરતો પૂર ઝડપે દોડાવવામાં આવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો. ઘટના સ્થળે હાજર લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ દ્વારા તેને સારવાર માટે સરકારી એસએસસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું દુઃખદ અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટનાએ ફરી એકવાર રસ્તા પર જોખમી સ્ટંટ અને બેદરકારીથી વાહન ચલાવવાના ગંભીર પરિણામોની ચેતવણી આપી છે.

