પીએમ મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો ઉપસ્થિતિમાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ કેમ્પસમાં સી-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સમારોહમાં સહભાગી થવા માટે આવેલ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું પણ વડોદરા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ બંને મહાનુભાવોનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું. જેવોને સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની,જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહીડા,શહેર પોલીસ કમિશનર કોમાર,કલેકટર બીજલ શાહે આવકાર્યા હતા.
previous post

