27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પુલવામા હુમલાને 7 વર્ષ : શહેરના પૂર્વ સૈનિકોએ શહિદોને અર્પી શ્રદ્ધાંજલિ

આજે 14 ફેબ્રુઆરીએ પુલવામા આતંકી હુમલાને સાત વર્ષ પૂર્ણ થયા છે. દેશભરમાં આ દિવસને “બ્લેક ડે” તરીકે યાદ કરી શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. આ પ્રસંગે શહેરના પૂર્વ સૈનિકો દ્વારા પણ શહિદોને શાબ્દિક વિરાજલિ પાઠવી તેમની દેશસેવામાં આપેલા અવિસ્મરણીય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.

તા. 14 ફેબ્રુઆરી, 2019ના રોજ જ્યારે સમગ્ર દેશમાં વેલેન્ટાઇન ડે ઉજવાઈ રહ્યો હતો, ત્યારે જમ્મુથી કાશ્મીર તરફ જઈ રહેલા સીઆરપીએફના જવાનોના કોન્વોય પર આતંકવાદીઓ દ્વારા આત્મઘાતી બોમ્બ હુમલો કરવામાં આવ્યો હતો. આ ભયાનક હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. દેશના ઇતિહાસની આ સૌથી મોટી આતંકી ઘટનાઓમાંની એક હોવાથી સમગ્ર દેશ હચમચી ગયો હતો અને આ દિવસને કાળા દિવસ તરીકે યાદ કરવામાં આવે છે.

આજે પુલવામા હુમલાની વરસી નિમિત્તે દેશભરમાં શહિદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. શહેરના પૂર્વ સૈનિક કર્નલ વિનોદ ફલનીકરે પણ શહિદોને વિરાજલિ પાઠવી તેમના બલિદાનને નમન કર્યું હતું અને દેશની સુરક્ષા માટે સૈનિકોના અદમ્ય સાહસ અને સમર્પણની વાત કરી હતી.

Related posts

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટી ખાતે અલગ અલગ ગ્રુપના વિદ્યાર્થીઓએ ધુળેટી પર્વ નિમિત્તે ધૂળેટીની ઉજવણી કરી.

admin

વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં ગેરરીતિની શંકા ઊભી થઈ

admin

વડોદરામાં ડોર ટુ ડોર કચરાની ગાડીઓ માટે કોઈ પણ જાતના ટ્રાફિક નિયમો લાગુ પડતા નથી

admin

Leave a Comment