36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડેસરવડોદરા જિલ્લો

વાંકાનેડા ગ્રામપંચાયત મામલે જિલ્લા કક્ષાની તપાસ ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ

વાંકાનેડા ગ્રામપંચાયત સંબંધી થયેલી રજૂઆતોને અનુસંધાને આજ રોજ જિલ્લા કક્ષાની તપાસ ટીમ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસને લઈને ગ્રામજનો લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

આ મામલે અગાઉ તાલુકા કક્ષાએ તપાસ પૂર્ણ કરી તેનો અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારબાદ જિલ્લા કક્ષાએથી નિમાયેલ તપાસ ટીમે વાંકાનેડા ગ્રામપંચાયત ખાતે પહોંચી સંબંધિત દસ્તાવેજો, કામગીરી અને વહીવટી મુદ્દાઓની સ્થળ પર વિગતવાર તપાસ કરી હતી.

ગ્રામજનોના જણાવ્યા મુજબ તપાસની પ્રક્રિયા યોગ્ય દિશામાં આગળ વધી રહી છે અને હવે જિલ્લા તપાસ ટીમ દ્વારા વહેલી તકે વિગતવાર અહેવાલ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલ સમગ્ર ગામમાં આ મુદ્દે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ગ્રામજનોનું માનવું છે કે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સમયસર અને યોગ્ય નિર્ણય લેવામાં આવે તો ગામમાં પારદર્શકતા અને ન્યાયની સ્થાપના થશે.

ઉલ્લેખનીય છે કે ગ્રામજનો દ્વારા અગાઉ કરવામાં આવેલી રજૂઆતોના આધારે તપાસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને હવે સમગ્ર ગામની નજર જિલ્લા સ્તરના અંતિમ નિર્ણય પર કેન્દ્રિત છે.

Related posts

ડભોઇ તાલુકાના સીગુવાડા થી મઢેલી સુધી ને જતી નર્મદા કેનાલમાં ઠેરઠેર ગાબડાના કારણે છ થી સાત ગામોના ખેડૂતો છે પરેશાન

admin

ટીમ વડોદરા ના સૂચનથી વડોદરા મહાનગરપાલિકા દ્વારાUNESCO માં ક્રિએટિવ સીટીનો દરોજજો મેળવવા માટે આજરોજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

admin

જિલ્લા ભાજપ સંગઠનમાં અને અપેક્ષિત ચહેરો મૂકવામાં આવ્યો

admin

Leave a Comment