Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇના ભીલાપુર ગ્રામ પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અચાનક સઘન તપાસ

પંચાયત સચિવના પરિપત્રના આધારે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને દર મંગળવાર અને શુક્રવારે ફરજિયાત રીતે કોઈપણ એક ગ્રામ પંચાયતની સ્થળ પર જઈ સઘન અને અચાનક નિરીક્ષણ કરવાની કડક સૂચના આપવામાં આવી છે.

આ સૂચના અનુસાર વડોદરા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હીરપરાએ ડભોઇ તાલુકાના ભીલાપુર ગામ પંચાયત ખાતે અચાનક અને વ્યાપક મુલાકાત લઈ તમામ વિભાગોની કામગીરીની જમીનસ્તર પર ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી હતી.
આ નિરીક્ષણ દરમિયાન હેલ્થ વિભાગના અધિકારીઓ, સીડિપીઓ હીનાબેન, ટીએમસી અર્ચના રાવલ, ટીપીઇઓ રજનીકાંત પટેલ, સરપંચ રૂપલબેન રાઠોડ તેમજ વિવિધ ખાતાના અધિકારીઓની હાજરીમાં આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ, ગ્રામ પંચાયત કચેરી, પીએસસી, સીએસસી, સખી મંડળો સહિત સરકારની તમામ વિકાસ યોજનાઓની કામગીરી, ગુણવત્તા અને પ્રગતિની કડક સમીક્ષા કરવામાં આવી.

જિલ્લા વિકાસ અધિકારીએ સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારની બેદરકારી, ઢીલાશ, ગાફલત કે ખોટી માહિતી ચલાવી લેવામાં આવશે નહીં. દરેક વિભાગે સરકાર દ્વારા નક્કી કરાયેલ ચેકલિસ્ટ મુજબ સંપૂર્ણ વિગતો ચોકસાઈથી ભરી સમયસર સરકારશ્રીમાં મોકલવાની ફરજ રહેશે. નિરીક્ષણ દરમિયાન જો કોઈ પણ પ્રકારની ખામી, અપૂર્ણતા કે ગેરરીતિ જણાશે તો સંબંધિત અધિકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સ્વચ્છતા, પીવાનું પાણી, આરોગ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને રોજગારી જેવી મહત્વની સેવાઓમાં કોઈ પણ પ્રકારની બેદરકારી સહન નહીં કરાય, તેવી કડક સૂચના આપવામાં આવી. વિકાસ કાર્યોમાં પારદર્શિતા, જવાબદારી અને પરિણામલક્ષી કામગીરી સુનિશ્ચિત કરવા તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા આદેશ આપવામાં આવ્યા.
સરકારની યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે આ પ્રકારની અચાનક અને સઘન મુલાકાતો નિયમિત રીતે ચાલુ રહેશે, તેવી સ્પષ્ટ જાહેરાત સાથે તમામ અધિકારીઓને કાર્યક્ષમતા, શિસ્ત અને જવાબદારી સાથે કામગીરી કરવા કડક માર્ગદર્શન આપવામાં આવ્યું.

Related posts

નવસારી રેલવે સ્ટેશન પરથી ₹9.24 લાખનો ગાંજો ઝડપાયો : સુરત રેલવે LCBની મોટી કાર્યવાહી

admin

ડભોઈ સેવા સદન: લાખોના ખર્ચે બનેલી ઈમારતમાં પ્રજા તરસ્યા પેટે કુલરો બન્યા શોભાના ગાંઠિયા

admin

પ્રભુ શ્રીકૃષ્ણ રાધા કે સંગ ઝૂલે

admin

Leave a Comment