43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી 51.61 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશન ડ્રાઇવ દરમિયાન મોટી કાર્યવાહી કરતાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર દરાપુરા-પાટોદ બ્રિજ નજીકથી વગર પાસ-પરમિટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ આઇસર વાહનને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વાહનમાં છુપાવી રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેને લઇ પોલીસે આરોપી વીરારામ ચેનારામ જાટને ઝડપી પાડ્યો હતો.

પોલીસે સ્થળ પરથી કુલ 335 પેટી (8724 બોટલ) વિદેશી દારૂ, મોબાઇલ, તાડપત્રી, દોરડા તથા આઇસર વાહન સહિત કુલ રૂ. 51,61,220/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ મામલે અન્ય સંડોવાયેલા આરોપીઓ સામે પણ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે.

Related posts

ડભોઈ ઉત્સવ નગરીમાં હોળી-ધૂળેટીની રંગેચંગે ઉજવણી : આદિવાસી સંસ્કૃતિના અનોખા રંગો રેલાયા

admin

ડભોઇ યાત્રાધામ ચાંદોદના શ્રી માધવાનંદ આશ્રમ ખાતે 37 મો નિ:શુલ્ક નેત્રયજ્ઞ તથા દંતયજ્ઞ નિદાન કેમ્પ યોજાયો

admin

વડોદરામાં ઘરમાં દેહ વેપારનો ધંધો ચલાવતી મહિલાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ધરપકડ કરી, ભોગ બનનાર 3 યુવતીને મુક્ત કરાવી

admin

Leave a Comment