વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશન ડ્રાઇવ દરમિયાન મોટી કાર્યવાહી કરતાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર દરાપુરા-પાટોદ બ્રિજ નજીકથી વગર પાસ-પરમિટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ આઇસર વાહનને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વાહનમાં છુપાવી રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેને લઇ પોલીસે આરોપી વીરારામ ચેનારામ જાટને ઝડપી પાડ્યો હતો.
પોલીસે સ્થળ પરથી કુલ 335 પેટી (8724 બોટલ) વિદેશી દારૂ, મોબાઇલ, તાડપત્રી, દોરડા તથા આઇસર વાહન સહિત કુલ રૂ. 51,61,220/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ મામલે અન્ય સંડોવાયેલા આરોપીઓ સામે પણ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે.

