Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા અત્યાધુનિક હાઈડ્રોલિક પ્લેટફોર્મ સાથે વેટ ડ્રીલ અને તાલીમ કાર્યક્રમનું આયોજન

ઉનાળો શરૂ થતાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થતો હોય છે, ખાસ કરીને બહુમાળી ઇમારતોમાં જોખમ વધી જાય છે. આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે.

ફાયર બ્રિગેડ દ્વારા નવલખી મેદાન ખાતે ત્રણ અત્યાધુનિક હાઈડ્રોલિક પ્લેટફોર્મ સાથે વેટ ડ્રીલ અને તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ મશીનો ખાસ ઊંચી ઇમારતોમાં આગ પર કાબૂ મેળવવા તેમજ રેસ્ક્યુ કામગીરી માટે ઉપયોગી છે.

ઉનાળામાં એસીના વધતા વપરાશને કારણે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના બનાવોમાં વધારો થતો હોય છે. તે ધ્યાનમાં રાખીને નવા ભરતી થયેલા તેમજ વર્તમાન સ્ટાફને હાઈડ્રોલિક પ્લેટફોર્મનું સંચાલન, ઊંચાઈએ જઈ બચાવ કામગીરી કરવાની રીતો અને આગ બુઝાવવાની તકનીક અંગે સઘન તાલીમ આપવામાં આવી રહી છે.

ફિનલેન્ડથી આયાત કરાયેલા આ વિશેષ મશીનો 81 મીટર સુધીની ઊંચાઈએ પહોંચી શકે છે. એક મિનિટમાં 5 થી 6 હજાર લિટર પાણીનો મારો ચલાવવાની ક્ષમતા ધરાવતા આ પ્લેટફોર્મ દ્વારા એકસાથે 5 થી 7 વ્યક્તિઓને સુરક્ષિત રીતે નીચે લાવી શકાય છે.

હાલ વડોદરા પાસે 30 મીટર (અંદાજે 10 માળ), 44 મીટર અને 81 મીટર ક્ષમતા ધરાવતા હાઈડ્રોલિક પ્લેટફોર્મ ઉપલબ્ધ છે, જે શહેરમાં કોઈપણ ઊંચાઈએ ફાયર ફાઈટીંગ અને રેસ્ક્યુ કામગીરી કરવા સક્ષમ છે. ઉનાળાની ઋતુમાં આગની ઘટનાઓ સામે સજ્જ રહેવા માટે ફાયર વિભાગ સંપૂર્ણ રીતે તત્પર છે.

Related posts

કુંઢેલા પાસે કાર ચાલકે મગરને અડફેટે લીધો, મોઢા પર ઈજા

admin

ડભોઇના કુકડ ગામે ડભોઈ ખત્રી સમાજદ્વારા ભવ્ય ipl ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

admin

સાવલી તાલુકામાં સસ્તા અનાજની દુકાનદારો દ્રારા વિવિધ માંગણીઓને લઈ મામલતદારને આવેદનપત્ર

admin

Leave a Comment