36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલીના ત્રણ પરીક્ષા કેન્દ્રોમાં SSC અને HSC બોર્ડ પરીક્ષાનો ઉત્સાહભેર પ્રારંભ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC) ની બોર્ડ પરીક્ષાનો આજથી વિધિવત પ્રારંભ થયો છે. તે અનુસંધાને સાવલી નગરના ત્રણ પરીક્ષા કેન્દ્રોમાં શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર માહોલ વચ્ચે પરીક્ષાની શરૂઆત કરવામાં આવી હતી.

સાવલીના હાઇસ્કુલ, ઉપાસના મંદિર, એચ.પી. શેઠ કન્યા વિદ્યાલય તથા ગંગોત્રી હાઇસ્કૂલ સહિત કુલ ત્રણ પરીક્ષા સેન્ટરો પર આજે ધોરણ 10 અને 12 ના પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપવાની શરૂઆત કરી હતી. પરીક્ષા કેન્દ્રો પર વહેલી સવારથી જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

પરીક્ષા કેન્દ્રો ખાતે સંચાલકો અને શિક્ષકમંડળ દ્વારા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું, જેથી વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે.

આ પ્રસંગે સાવલીના ધારાસભ્ય Ketan Inamdar દ્વારા પરીક્ષા કેન્દ્રો સહિત વિવિધ વિસ્તારોમાં શુભેચ્છા બેનરો લગાવી પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ભાજપાના વિવિધ મોરચા અને પાંખના કાર્યકરો, નગર પ્રમુખ, નગરપાલિકા પ્રતિનિધિઓ અને નગરસેવકો દ્વારા વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું તેમજ બોલપેન આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

ધારાસભ્ય તથા આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો હતો કે વર્ષભરની મહેનતનું ફળ શાંત અને સ્થિર ચિત્તે પરીક્ષામાં વ્યક્ત કરીને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવું જોઈએ. માતા-પિતા અને ગુરુજનોના આશીર્વાદ સાથે વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામ હાંસલ કરે તેવી શુભકામનાઓ પાઠવી અને કોઇપણ ભય કે ચિંતા વિના આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા અપીલ કરવામાં આવી હતી.

Related posts

વડોદરાના સમાવ વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા નોકર દંપતિની સામે મકાનમાં ચોરીનો બનાવ બનતા સમા પોલીસે કલાકોમાં તેનો ભેદ ઉકેલ્યો છે.

admin

અહલ્યાબાઈ હોલકરજી ની 229મી પુણયતિથી નિમિતે તેવો કરેલા સમાજમાં કાર્યો અને તેઓ આદર્શ પાત્ર ની બાળકોને જાણકારી આપવામાં આવી

admin

G.E.B. ની ટીમ દ્વારા નવા વીજ મીટર બદલવાનો પ્રયાસ કરવામાં આવતા સ્થાનિક નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો

admin

Leave a Comment