40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તાલુકાના ચાંદોદમાં મોટી દુર્ઘટના ટળી, ST બસની ટક્કરે બે વીજપોલ ધરાશાયી

​ડભોઇના સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. ચાંદોદ સરકારી દવાખાના પાસે આવેલા બસ સ્ટેન્ડ નજીક એસ.ટી. બસની ટક્કર વાગતા MGVCL ના બે વીજપોલ ધરાશાયી થયા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી ઘટનાની વિગતવાર માહિતી બોર્ડની પરીક્ષાની સ્પેશિયલ બસ: બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ડભોઇ ડેપો દ્વારા વિદ્યાર્થીઓ માટે ખાસ એસ.ટી. બસ દોડાવવામાં આવી રહી છે.બસ વળાવતી વખતે અકસ્માત: આ બસ જ્યારે મુસાફરો અને વિદ્યાર્થીઓને ઉતારીને ચાંદોદ બસ સ્ટેન્ડ પાસે વળાંક લઈ રહી હતી, ત્યારે બસના પાછળના ભાગે વીજપોલને ટક્કર મારી હતી.
​વીજપોલ બસ પર ખાબક્યો: ટક્કર એટલી જોરદાર હતી કે ચાલુ લાઈનનો વીજપોલ સીધો બસની ઉપર જ તૂટી પડ્યો હતો.

​બીજો થાંભલો પણ ધરાશાયી: વીજ કેબલના ખેંચાણને કારણે બાજુમાં આવેલો બીજો વીજપોલ પણ મુખ્ય રોડ પર ધબાય નમઃ થયો હતો.સદનસીબે મોટી હોનારત ટળી:
​જે સમયે આ અકસ્માત થયો તે પહેલા જ તમામ વિદ્યાર્થીઓ અને મુસાફરો બસમાંથી ઉતરી ગયા હતા. જો બસ ભરેલી હોત અથવા કોઈ રાહદારી ત્યાં હાજર હોત, તો મોટી જાનહાનિ થઈ શકી હોત. ચાલુ લાઈન હોવા છતાં કોઈને કરંટ ન લાગતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.તંત્ર દ્વારા કામગીરી:ઘટનાની જાણ થતા જ MGVCL ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. વીજ પુરવઠો બંધ કરી, રોડ પર પડેલા વીજપોલ અને બસ પરથી કેબલ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે જેથી વાહનવ્યવહાર પૂર્વવત્ થઈ શકે.

Related posts

શહેરના આદિત્ય ઓર્બીટ સહિતની વિવિધ સોસાયટીઓમાં ફરી ભરાયા પાણી

admin

મુંબઇની બેન્કના 122 કરોડના કૌભાંડમાં સામેલ મેનેજર વડોદરાથી ઝડપાયો

admin

જુગારનો ગણના પાત્ર કેશ શોધી કાઢતી કપુરાઈ પોલીસ ટીમ

admin

Leave a Comment