43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડેસરવડોદરા જિલ્લો

ડેસરની એમ.કે. હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો શુભ પ્રારંભ

ડેસર ખાતે આવેલી એમ.કે. હાઈસ્કૂલમાં આજે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો વિધિવત પ્રારંભ થયો હતો. પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસનો માહોલ જોવા મળ્યો હતો.

પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સાવલી-ડેસર તાલુકાના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર દ્વારા પુષ્પ, ચોકલેટ અને પેન આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમણે તમામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તેવી હાર્દિક શુભેચ્છા આપી હતી.

આ પ્રસંગે ડેસર ગામના આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં માજી સરપંચ દલપતસિંહ પરમાર, આગેવાન દીપેશભાઈ બ્રહ્મભટ્ટ, તાલુકા પંચાયત સભ્ય નિલેશભાઈ પટેલ, ગિરવતસિંહ તેમજ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ચંદ્રકાંતભાઈ પારેખ સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

સ્કૂલના શિક્ષકગણ અને સ્ટાફ દ્વારા પણ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી તેમને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રેરણા આપવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપવામાં આવ્યા કે તેઓ પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી સફળતાના માર્ગે આગળ વધે.

Related posts

વડોદરામાં ઘરમાં દેહ વેપારનો ધંધો ચલાવતી મહિલાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ધરપકડ કરી, ભોગ બનનાર 3 યુવતીને મુક્ત કરાવી

admin

સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

પારંપરિક ગરબા મહોત્સવમાં વિવિધ વેશભૂષા સાથેના ગરબા યોજાયા

admin

Leave a Comment