31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ‘તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રૂ. 1.51 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો

ડભોઈ પોલીસ સ્ટેશનમાં નાયબ પોલીસ અધિક્ષક (DySP) આકાશ પટેલના અધ્યક્ષ સ્થાને ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુનામાં કબજે કરેલો કે શોધાયેલો મુદ્દામાલ તેના અસલી માલિકો સુધી પારદર્શક રીતે પહોંચાડવાનો હતો મુદ્દામાલની વિગતવાર માહિતી પોલીસ દ્વારા વિવિધ ટેકનિકલ માધ્યમો અને કાયદાકીય પ્રક્રિયા બાદ કુલ રૂપિયા 1,51,150 ની કિંમતની ચીજવસ્તુઓ અને રોકડ અરજદારોને પરત કરવામાં આવી હતી સાયબર ક્રાઈમ રિફંડ: સાયબર ફ્રોડનો ભોગ બનેલા 4 અરજદારોના કિસ્સામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી. કોર્ટ ઓર્ડર મેળવીને અરજદારોના બેંક એકાઉન્ટમાં કુલ રૂ. 37,150/- પરત ખેંચાવ્યા હતા ​મોબાઈલ રિકવરી: CEIR પોર્ટલ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે 5 અરજદારોના ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ શોધી કાઢ્યા હતા, જેની બજાર કિંમત અંદાજે રૂ. 62,000/- થાય છે.

​સોનાની લગડી: એક અરજદારની ખોવાયેલી સોનાની લગડી (કિંમત અંદાજે રૂ. 52,000/-) પણ શોધી કાઢીને સન્માનપૂર્વક પરત કરવામાં આવી હતી ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી સંવાદ આ પ્રસંગે માત્ર મુદ્દામાલ પરત જ નહીં, પરંતુ જનતા અને પોલીસ વચ્ચેના સેતુને મજબૂત કરવા માટે “ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી” કાર્યક્રમ પણ યોજાયો હતો. આ અંતર્ગત સ્થાનિક આગેવાનો અને અરજદારોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી ​પોલીસ અધિકારીઓએ કાયદો-વ્યવસ્થા જાળવવામાં નાગરિકોના સહકાર અને સતર્કતા વિશે માર્ગદર્શન આપ્યું હતું મહાનુભાવોની ઉપસ્થિતિઆ કાર્યક્રમમાં ડભોઈ ડિવિઝનના DySP આકાશ પટેલ, ડભોઈ પી.આઈ. (PI) જે. એમ. ચાવડા અને પોલીસ સ્ટાફના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોતાની મહેનતની કમાણી અને કિંમતી વસ્તુઓ પરત મળતા અરજદારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેઓએ ડભોઈ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી.ડભોઈ પોલીસની સફળતા: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ ૧.૫૧ લાખનો મુદ્દામાલ પરત કર્યો.2: ગુમાવેલા મોબાઈલ અને સાયબર ફ્રોડના નાણાં પરત મળતા અરજદારોમાં ખુશીની લહેર.

Related posts

કોયલી તળાવમાં ગણપતિ બાપ્પા નું વિસર્જન સંપૂર્ણ

admin

વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂ 3.82 કરોડ ના ખર્ચે નિઝામપુરા અતિથિગૃહ લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ સયાજીગંજ વિધાનસભાના આયુષ્માન કાર્ડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

admin

વડોદરાના હરણી વારસિયા રીંગ રોડ સ્થિત ગુરુકુળ વિદ્યાલય ખાતે જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ નંદ મહોત્સવની ઉજવણી

admin

Leave a Comment