વડોદરા શહેરના ગોત્રી તળાવથી સેવાસી ચેકપોસ્ટ તરફ જતાં રસ્તા પર એક અકસ્માતની ઘટના સામે આવી છે. ઓવર સ્પીડમાં જઈ રહેલી કારના ચાલકે રીક્ષાને પાછળથી ટક્કર મારતાં હડકંપ મચી ગયો હતો.
માહિતી મુજબ કારચાલકે પાછળથી મારેલી ટક્કર બાદ રીક્ષા બેકાબૂ બની આગળ ઉભેલી પાણીપુરીની લારીમાં અથડાઈ ગઈ હતી. અકસ્માતના કારણે પાણીપુરીની લારી તૂટી ગઈ હતી તેમજ રીક્ષા ચાલક અને લારીચાલકને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતના પગલે સ્થળ પર લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ કારચાલક સંભવતઃ નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યા બાદ કાર સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

