27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં છેડતીની ચોંકાવનારી ઘટના : નાની દીકરી સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ

વડોદરા શહેરમાં છેડતીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. Polo Ground નજીક આવેલી Rajdeep Society વિસ્તારમાં એક નાની દીકરી સાથે છેડતી કર્યાનો આક્ષેપ સ્થાનિક દુકાન સંચાલક પર કરવામાં આવ્યો છે.

માહિતી મુજબ દીકરી ઘરનો સામાન લેવા માટે નજીકની દુકાને ગઈ હતી. તે દરમિયાન દુકાન ચલાવતા અંદાજે 80 વર્ષીય આધેડ વ્યક્તિએ દીકરી સાથે અયોગ્ય વર્તન કરી છેડતી કરી હોવાનું જણાવાઈ રહ્યું છે.

દીકરી ઘરે પરત આવી માતાને સમગ્ર ઘટના જણાવતાં પરિવારે તરત જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સ્થાનિકોમાં એવી ચર્ચા પણ છે કે લોકોએ આરોપીને પકડી મેથીપાક ચખાડ્યો હતો, પરંતુ ત્યારબાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Related posts

વડોદરા શહેરના તરસાલી હાઈવે પાસે આવેલ તિરૂપતિ ગ્રુપ ઓફ કોલેજના બાલાજી એજ્યુકેશન કેમ્પસ ખાતે રાત્રી બીફોર નવરાત્રીની ઉજવણી

admin

કોર્પોરેટરના પતિએ પાની પુરવઠાના એન્જિનિયરને લાફો માર્યો બાબતે વિરોધ

admin

15 મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન તેમજ રાષ્ટ્રગીત હરિફાઈ અને દિવ્યાંગ અને અંધજનો ને ભોજન આપવામાં આવ્યુ

admin

Leave a Comment